મારા દિલ ની વાતો મસ્ત પવન ના કાને કહી દઉં મારા દિલ ની વાતો, તું છે એમાં વસતો, એવો છે આ સંદેશો, પ્રેમ ની વાતો કરવા શોધવા છે શબ્દો, શબ્દો છે અનોખા, હરપળ રમતા થપ્પો, ખુદ ને તુજ માં નીરખું, તું જ મારો અરીસો, મોજા સાથે પલ-પલ રમું, તું જ મારો દરિયો આશાઓ,ઇચ્છાઓ ઉછળે નવા અરમાનો, તુજ ને પામવા ને ચૂમવા દિલ કરે તોફાનો વરસે આ મેધો કે હોય તારી યાદો, એમાં તરબોળ થવા ની છે ઇચ્છાઓ તું હોય છે સામે ને સિવાય છે આ હોઠો, ત્યાં કરી કહી દઉં મારા દિલ ની વાતો સ્પર્શે કોઈ મીઠી લહેરો,એ જ હશે મારો સંદેશો, મસ્ત પવન ના કાને મોકલી છે મારા દિલ ની વાતો. જાનકી વ્યાસ | | | | | | |
--
To unsubscribe from this group, send email to
Hindi_Jokes-unsubscribe@yahoogroups.com
No comments:
Post a Comment