આ બધી તો પળોજણ છે લાઇન ની,
આ બધી તો પળોજણ છે લાઇન ની,
પપ્પાનેય લત થઈ છે ઓનલાઇન ની,
હજીય હરિયાળી ક્રાંતિના બણગાં ગૂંજે છે,
જગતાતનેય ફિકર રેશનિંગ લાઈનની,
જોઇ'તી દોઢ સૈકા પેલા કાઠિયાવાડીએ,
હજી ક્યાં ખબર પડે છે ટ્રૅન-ટિકીટ લાઈનની,
મુંડન સંસ્કારમાં ખર્ચો કર્યો હતો લાખનો,
કુસંસ્કારે પકડી વાટ અવળી લાઇનની,
મા-બાપને પુગાડે પોતાને હાથે વૃધ્ધાશ્રમ,
પ્લાનિંગ પિંડદાનના, સર્વિસ ઓનલાઈનની;
સાંભળ્યા છે કેવા વર્ણનો ભવફેરાના,
'નરેશ' તોડને એકવાર કડી આ લાઇનની;
No comments:
Post a Comment