ક્દી ના ભુલશો એવા પિતાજીને
જુન માસે ફાધ્રસ ડે આવી ગયો
તો પિતાજીને તમે જરુર યાદ કરો
યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે
યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે
કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૧)
યાદ કરો બચપણ યુવાનીમાં ખીજ ધમકી પણ બતાવી હતી
યાદ કરો જેમાં જીવન જીવવા સાચી શીખ એમણે ભરી હતી
કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૨)
યાદ કરો ને કદી ના ભુલશો પિતાજીની છત્રછાયાનો વારસો
માનનીય જે વારસામાં મળ્યો અઢળક વ્હાલનો આસરો
કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે…(૩)
ભાવથી હ્રદય ભરી શીશ નમાવી પિતાજીને વંદન કરો
મેળવી આશીર્વાદો એમના, જીવન તમારું ધન્ય કરો
ચન્દ્ર કહે કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે..(૪)
કાવ્ય રચના
જુન ૧ ૨૦૦૮ ચન્દ્રવદન
આ જુન માસે રવિવાર ૧૫ તારીખે ફાધ્રસ ડે યાને પિતાજીનો દિવસ છે.
એ યાદ કરી આ રચના મુંકી છે.
આશા એટલી જ કે સૌ પિતાજીને યાદ કરી પ્રાથના કરે…
ફક્ત આ દિવસે નહી પણ હંમેશા યાદ કરતા રહે.
To unsubscribe from this group, send email to
Hindi_Jokes-unsubscribe@yahoogroups.com
No comments:
Post a Comment