Saturday, October 15, 2011

[Hindi Jokes] Back To School


મારે ફરી એકવાર શાળાએ જવું છે.

join Filmi Tarka Group
મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે
  રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને ,
 સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે.
==================================================
 દીવાળીના વેકેશનની રાહ જોતાં , છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
 દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી , હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
 રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી , તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતા ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા... મારે ફરી એકવાર શાળાએ જવું છે.
=================================================
 કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં , પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
 ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં , પંખા વીનાના વર્ગમાં બારી ખોલીનેબેસવું છે.
 કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં , બે નીબાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
 બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
 એ બરાબર છે કે નહી તેસાહેબને પુછવા માટે... મારે ફરી એકવાર શાળાએ જવું છે.
==================================================
 નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું... આજે જયારે મોટો થયો છે કે
 "તૂટેલા સ્વપ્નો" અને "અધુરી લાગણીઓ" કરતા "તૂટેલા રમકડા" અને "અધૂરા હોમવર્ક" સારા હતા.
 આજે સમજાય છે કે જયારે "બોસ" ખીજાય એના કરતા શાળામાં શિક્ષક "અંગુઠા" પકડાવતા હતા એ સારું હતું..
. આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે "પીઝા" મા નથીઆવતો..
. ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવું છે ...............



Filmi Tarka Group

www.Filmitarka.com

--
To unsubscribe from this group, send email to
 
Hindi_Jokes-unsubscribe@yahoogroups.com

No comments:

Post a Comment